Sant Tukaram
Sant Tukaram
સંત તુકારામ
સંત તુકારામ, ભારતના મહારાષ્ટ્રમાં સૌથી અધિક લોકપ્રિય થઈ ગયેલા સંત કવિઓમાંના એક છે. એમનો જન્મ ઈ.સ. 1598માં પૂનામાં વેપારી ખેડૂત પરિવારમાં થયો હતો. એમને જીવનમાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં દુકાળ વખતે થયેલા એમના પરિવારના સભ્યોના મૃત્યુનો પણ સમાવેશ થાય છે. બાળપણથી જ તુકારામજીનું વલણ આધ્યાત્મિકતા તરફ હતું એટલે આ દુર્ઘટનાના કારણે એમને આધ્યાત્મિક અભ્યાસ તરફ વળવા માટે વધુ પ્રેરણા મળી. અંતે એમને પરમાત્માની પ્રાપ્તિ માટેનું જ્ઞાન થયું. એમની વાણીમાં એમણે સદગુરુની દયામહેરથી અંતરમાં પ્રગટ થતી શબ્દધુનમાં પોતે કેવી રીતે મસ્ત રહેતા હતા, તેનું વર્ણન કર્યું છે. એમના ઉપદેશમાં એમણે કહ્યું છે કે તેઓ પ્રભુપ્રાપ્તિના માર્ગને પ્રકાશિત કરવા અને સત્ય તથા અસત્ય વચ્ચે રહેલા ભેદને સમજાવવા માટે આવ્યા છે. આ પુસ્તકમાં સંત તુકારામજીના જીવનનો સંક્ષિપ્ત પરિચય અને હિન્દીમાં અનુવાદ કરેલાં એમનાં પદો આપ્યાં છે.
Tukaram is one of the most popular poet-saints of Maharashtra, India. Born in Poona (Pune) in 1598 into a family of farmers and merchants, he endured a hard life, which included the deaths of all his family members from famine. As he was spiritually inclined from childhood, this personal tragedy acted as a catalyst for his increased meditation and ultimate God-realization. In his poetry he speaks of being "drunk in the celestial melody" revealed to him through the grace of his Master. Of his own teaching he said, "I come to illumine the way to God and to distinguish the true from the false." This volume contains many of Tukaram's poems introduced by a short biographical sketch.